શ્રી હરિચરણદાસજી મહારાજ

પૂ મહારાજ શ્રી જીવન ચરિત્ર ટુંકો પરિચય

શ્રી હરિ શરણમ્ મમઃ જેનો મંત્ર છે “ માનવ સેવા એજ પ્રભુ સેવા” આવા પરમ પૂજ્ય સંત શિરોમણી ૧૦૦૮ સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ નો જન્મ આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલા બિહાર પ્રદેશમાં મોતીહારી જીલ્લા માં પંજરવા ગામે થયેલ આ ધરતી પર પરમાત્મા નો સંદેશ લઈને જન્મેલા આ અવતારી સિદ્ધ પુરુષ પવિત્ર બ્રામ્હણ કુટુંબ અવતર્યા માતાનું નામ ચંદ્રિકાદેવી પિતાજી નું નામ શ્રી સહજાનંદ મિશ્ર નાનપણથી જ પવિત્ર સંસ્કારો વચ્ચે ઉછેર થયો ધર્મ ના બીજ વવાયા….

ગુરુ વિના જ્ઞાન ની પ્રાપ્તિ નહિ થાય આમ સમજી ગુરુ ની શોધ માં કાશી તરફ ચાલી નીકળ્યા

પૂ ગુરુદેવ જીવન યાત્રા
પુ શ્રી રણછોડદાસજી મહારાજની વિનંતી સ્વીકારી ધીરે ધીરે આપણા પુ. ગુરુદેવ શ્રી એ રામજી મંદિર ગોંડલ અને પાંન્ડુકેસ્વર સંભાળ્યું સમયે સમયે વિકાસ થતો ગયો સાધુ સંતો ને રોટી વિશ્રામ મળવા લાગ્યો ભજનનો ભાવ વિસ્તરતો રહ્યો બીજા આશ્રમ સ્થાનો વિકસાવતા રહ્યા. પાંન્ડુકેસ્વર, ઋષિકેશ, ઇન્દોર, કર્ણપ્રયાગ, અયોધ્યા, બનારસ, ગોરા નર્મદા કિનારે આમ સાધન-ભજન-માનવ સેવા યજ્ઞો વિસ્તરતા રહ્યા. અને પ.પુ મોટા ગુરુદેવ સાથે વવાયેલ દર્દીઓની સેવાના બીજ અંકુરિત થયા નેત્ર યજ્ઞ ની દિવેટ સંકોરી ને મશાલા સ્વરૂપે વિરાટ રૂપ આપી અકલ્ય મોટી હોસ્પિટલ નું નિર્માણ કર્યું… આંખનો વિભાગ નિમિત બન્યો વિવિધ રોગ હદય રોગ સર્જરી, મેડિસીન, ઓર્થોપેડિક, પીડીયાટ્ટીક, ગાયનેક વિભાગ, ફીઝીયોથેરાપી વિભાગ, ડેન્ટલ, સ્કીન , ENT, જેવા અનેક વિભાગો સંપૂર્ણ રીતે ચાલે છે આર્યુવેદિક વિભાગ ની પણ શાખા કાર્યરત છે
પૂ ગુરુદેવ અંતિમ દર્શન – પાલખી યાત્રા
ફાગણ વદ ૧૧ (ગુરુવાર) ના બ્રમ્હમુર્હતમાં પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારજ સમાધિ લીધી ત્યારબાદ તે સમાચાર વાયુવેગે ફેલાતા તેમના અંતિમ દર્શનમાટે સમગ્ર દેશ વિદેશના સંતો સમાજ ના શ્રેષ્ઠીઓ, રાજકીય આગેવાનો , ભક્તો તેમજ સમગ્ર શિષ્ય પરિવાર બહોળી સંખ્યા માં દર્શન માટે ઉમટી પડેલ સાંજે ૫ કલાકે તેમની પાલખી યાત્રા ગોંડલ ખાતે થી રાજકોટ સદ્ગુરુ સદન આશ્રમ કુવાડવા રોડ રાજકોટ ખાતે લઇ જવાના હોય ત્યાં સાથે ૭૦ કરતા પણ વધુ વાહનો ધૂન મંડલી સાથે જ્યાં સવાર થી જ અંતિમ દર્શન માટે ભક્તો રાહ જોઈ રહ્યા હતા સાંજે ૭ કલાકે રાજકોટ આશ્રમ પહોચ્યા ત્યારે 25 થી ૩૦ હજાર કરતા વધુ માનવ મેદની ઉમટી હતી

સંત ની શોભાયાત્રાઓ ઘણી જોઈ છે પણ આ પ્રકાર ની પાલખી યાત્રા પ્રથમ વાર જોવા મળી, રાજકોટ આશ્રમ પર ઉમટી પડેલ મેદની ને પૂજ્ય જયરામદાસજી મહારાજ દ્વારા હાથ જોડી વિનંતી કરી કે પાલખી યાત્રા આગળ વધારો જે ભક્તજનો ને દર્શન ન થયા તે ભક્ત જનો સાત હનુમાન મંદિર કુવાડવા રોડ, રાજકોટ ઉભા રહ્યા અને ત્યાં દર્શન માટે રોકવામાં આવી જ્યાં સમય 10 વાગ્યા જેવો થયો હતો ત્યાર બાદ વાંકાનેર શ્રી રામ ધામ મંદિર ના ટ્રસ્ટીઓ અને ત્યાનો શિષ્ય સમુદાય આશરે ૧૧ વાગે રોડ ઉપર દર્શને આવી પૂજ્ય ગુરુદેવ ના દર્શન કરેલા ત્યાર બાદ ચોટીલા ખાતે જલારામ મંદિર ના ટ્રસ્ટી, ત્યારબાદ થાન, મોરબી, સુરેન્દ્રનગર ના ભક્ત જનો દ્વારા અંતિમ દર્શન માટે મોટા પ્રમાણ માં માનવ મેદની ઉપસ્થિત હતી આ રીતે પાલખી યાત્રા બગોદરા ખાતે રાત્રે ૩ વાગે પહોચતા અમદાવાદ ના શિષ્ય પરિવાર દ્વરા દર્શન માટે મોટા પ્રમાણ માં લોકો હોય ત્યાં રોકવામાં આવી.

વડોદરા ખાતે સવારે ૬ વાગે પાલખી યાત્રા પહોચેલી જ્યાં વડોદરા આસપાસ ના ગુરુ ભાઈ બહેનો લાંબા સમય થી રાહ જોઈ બેસેલા અને દર્શન કરેલ ત્યાર બાદ ગોરા હરિધામ આશ્રમ ખાતે અંતિમ યાત્રા પહોચેલી બહોળા પ્રમાણ માં અંતિમ દર્શન માટે દેશ વિદેશ થી ત્યાં ઉપસ્થિત થયેલા.
અંતિમ સમયે એક ચમત્કારિક ઘટના ધટેલી

અંતિમ સમયે પૂજ્ય ગુરુદેવ ને પાલખી માંથી કાષ્ઠ ઉપર સુવડાવવા માટે તેમના શરીરમાં આશરે ૩૦ કલાક થી પણ વધુ સમય પછી પણ શરીર ના અંગ જે રીતે સજીવ અવસ્થા માં હોય તેમ ફેરવી શકાતા હોય તેમ અનુભવવામાં આવેલું

આનું કારણ સંતો ને પૂછતા : સંતો પાસે થી જાણવા મળ્યું કે “ સિદ્ધ સંત નું પ્રમાણ કહેવાય ક્રિયા પરમ સિદ્ધ સંત કરી શકે.

ડોકટરો દ્વારા પણ આ બાબતે ચમત્કાર જ  કહેવાય તેમ જણાવવામાં આવ્યું

અસ્થી યાત્રા (સ્મૃતિ યાત્રા)

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ ના અસ્થી વિસર્જન એક કે બે સ્થળે થાય પરંતુ પ.પુ. હરિચરણદાસજી મહારાજ ના પ્રતિ વર્ષ દરમિયાન જે જે તીર્થ સ્થાનો માં પરીભ્રમણ કરતા તેમજ જે સ્થાનો પર સેવા કર્યો તેઓ ના દ્વારા થતા હતા તેવા ભારત ભરના તીર્થ સ્થાનો માં દ્વારકા, સોમનાથ, મુબઈ, નાસિક, ઉજ્જેન, ઇન્દોર, અનંદપુર, ચિત્રકૂટ, પ્રયાગરાજ, કાશી, અયોધ્યા, ગયાજી, પંજરવા, પુસ્કર, નાથદ્વારા, કર્ણપ્રયાગ, પાન્દુકેસ્વર, બદ્રીનાથ, ઋષિકેશ, ગોરા વગેરે

પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ના શિષ્ય તેમજ ઉતરાધિકારી એવા વર્તમાન મહંત પૂજ્ય શ્રી જયરામદાસજી મહારાજ પૂજ્ય સદ્ગુરુદેવે જે સેવાની જ્યોત પ્રગટાવેલ છે તેને વધુ પ્રજ્વલ્લિત કરી ગોંડલ ખાતે શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં કેથલેબ, ઓર્થોપેડિક, ENT, ડાયાલીસીસ જેવા નવા વિભાગો તેમજ કાર્યરત હોસ્પિટલ ના સર્જરી, મેડીસીન, લેબોરેટરી, ગાયનેક, પીડીયાત્રિક વિભાગો ને વધુ સુવિધા પૂર્ણ કરી લોકાર્પણ કરેલ. ગોરા હરિધામ આશ્રમ ખાતે ખુબ જ મોટા પ્રમાણ માં નર્મદા પગ પાળા પરિક્રમા કરતા સંતો તેમજ યાત્રિકો ના રહેવા- ભોજન પ્રસાદ અને મેડીકલ સારવાર ની સુવિધા પૂરી પાડી રહ્યા છે. આજ રીતે આદિવાસી ગરીબ પ્રજા માટે ૨૨૦૦ પરિવાર ને અનાજ ની કીટ તેમજ જીવન જરૂરિયાત  ની ચીજ વસ્તુ ઓ એવી આશરે ૧૮૦૦ રપિયા ની એક કીટ એવી ૨૨૦૦ કીટ નું વિતરણ કરવામાં આવેલ, હાલ તેઓ ની જ દેખરેખ હેઠળ ગોંડલ, ગોરા, ઇન્દોર ખાતે ગૌ-સેવા ચાલી રહી છે

વિવિધ જગ્યા એ ઇન્દોર, કાશી, અયોધ્યા ખાતે સંત સેવા, દરિદ્ર નારાયણ ની સેવા, ભંડારા ઈત્યાદી સેવા ઓ અયોધ્યા ખાતે ગરીબ દર્દી તેમજ સંતો માટે એક દવાખાના નું આયોજન પણ કરેલ.

આ જ રીતે પ્રતિ વર્ષ પૂજ્ય ગુરુદેવ દ્વારા કર્ણ પ્રયાગ તેમજ પાંન્ડુકેસ્વર માં જે સંત સેવા તેમજ પૌવા વિતરણ ચાલી રહ્યું હતું ત્યાં અનાજ વિતરણ તેમજ શીક્ષણ માટે અંગત રસ લઇ જરૂરિયાત મંદ બાળકો ને સહાય કરેલી આ જ રીતે આગામી વર્ષ માં ગોંડલ ખાતે પૂજ્ય હરિચરણદાસજી મહારાજ ના ગોંડલ ખાતે ધ્યાન મંદિર નું અનાવરણ તેમજ પૂજ્ય મહારાજશ્રી ના પ્રાથના મંદિર નું ગોરા ખાતે આયોજન કરવામાં આવશે અને રાબેતા મુજબ અનાજ વિતરણ, ગૌ-સેવા, પ્રાથમિક સારવાર સુવિધા, મેડીકલ કેમ્પ નું આયોજન વગેરે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો કરવાનું ટ્રસ્ટ તથા ભક્ત જનોના સાથ સહકાર થી કરવામાં આવશે.

પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથી નિમિતે શત શત નમન 

© 2025. haricharandas.org  All Rights Reserved.

Contact us

guruharicharandasjimission.org

Kashi Vishavanath Road, Ramji Mandir Chowk, Vardhman Nagar, Gondal, Gujarat 360311

© 2025. haricharandas.org  All Rights Reserved.