Calender
Home / Calender
Calender 2025
વર્ષ ૨૦૦૪ માં પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારાજશ્રીને ગોંડલ તેમજ ગોંડલ પંથકના ૭૨ ગામોના જરૂરિયાત મંદ લોકો માટે નો વિચાર આવ્યો તેમની ઈચ્છા અનુસાર એક નાનું દવાખાનું બનાવવાનો વિચાર જણાવેલ. જેનું બીજ આજના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કર કમળ દ્રારા રોપવા માં આવ્યું જે આજે એક વટ વ્રુક્ષ બની એક મોટી હોસ્પિટલ સ્વરૂપે સમાજ ને મળી જે પૂજ્ય મહારાજશ્રી ના આશીર્વાદ તેમજ દાતાઓ ના સહયોગ થી નવા વિભાગો સાથે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ
ત્યારે આ હોસ્પિટલ માં કેથલેબ, ઓર્થોપેડિક, MRI, ડાયાલીસીસ જેવા નવા વિભાગો તેમજ જે કાર્યરત વિભાગો છે જેવા કે આંખ, રેટીના ગાયનેક, પીડીયાટ્રીક, જનરલ સર્જરી, ફીઝીશ્યન, ENT, સ્કીન, ડેન્ટલ, ફીઝીયોથેરાપીસ્ટ, મેડીકલ, લેબોરેટરી, સીટી સ્કેન જેવા અધતન સાધનો અને સુવિધા જનક વિભાગો નિષ્ણાત ડોકટરો અને સેવાકીય સ્ટાફ ના સહયોગ થી કાર્યરત થશે.
मुद मंगलमय संत समाजू। जो जग जंगम तीरथ राजू
પ. પુ. હરિચરણદાસજી મહારાજે હરિધામ આશ્રમ-ગોરા ખાતે નર્મદાજીની પરીક્રમાં માટે નીકળતા સાધુ સંતો તેમજ ધર્મ પ્રેમી યાત્રિકો માટે માટે ઉત્તમ પ્રકારની રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે
પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારાજશ્રી નીપ્રેરણા અને આશીર્વાદ થી પૂજ્ય જયરામ દાસજીમહારાજ ની અધ્ય્ક્ષતામાં આદિવાસી ક્ષેત્રનાજરૂરિયાતમંદ લોકોને ચોખા, ઘઉં નો લોટ, તેલ(બોટલ),તુવેરદાળ, મીઠું, ખાંડ, હળદર-મરચું, ચા, વસ્ત્ર ગાઉન,વસ્ત્ર પેન્ટ વગેરે વસ્તુઓ 1 મહિનો ચાલે તેટલી આશરે૧૫૦૦ રૂપિયાની 1 કીટ તેવી ૨૦૦૦ કીટનું વિતરણકરવામાં આવશે આ વર્ષે ટ્રસ્ટ દ્વારા અધિક શ્રાવણ માસ માં વિશેષ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવશે.
પ્રજાસતાક દિન પર્વ સંતો મહંતો ટ્રસ્ટીઓ ગુરુભાઈ બહેનો તેમજ ગોરા મુકામ ના ગામ વાસીઓ વાલીઓ ની ઉપસ્થિતિ માં વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે આ દિવશે આદિવાસી પ્રજા ને ભોજન પ્રસાદનું એક વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે
હનુમાનજીના પરમ ઉપાસક અને પરમ પૂજ્ય સદગુરુદેવના કૃપાપાત્ર તેમજ અતિ પ્રિય સેવક પરમ પૂજ્ય ત્યાગીજી (શ્રી સીતારામદાસજી) મહારાજના પ્રથમ નિર્વાણ દિવસ ફાગણ વદ ૧, બુધવાર ૮ માર્ચ ૨૦૨૩ ના મહાભંડારો રાખેલ છે
માનવ સેવા એજ પ્રભુ સેવાની દ્રષ્ટી અને સમજણ શિષ્ય પરિવાર ને આપનાર અને આજે પણ કાર્ય ની પ્રેરણા, કાર્ય ની સમજ, કાર્ય નું બળ પૂરું પાડી સમાજ ના કાર્ય અવિરત પણે કરાવતા અનેક લોકોના હદયમાં બિરાજતા એવા આપણા બધાના પ્રાત: સ્મરણીય અનંત શ્રી વિભૂષિત પ. પુ. સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજશ્રીના પ્રથમ નિર્વાણ દિવસ નિમિતે મહાભંડારો તેમજ ધાર્મિક કાર્યક્રમ ફાગણ વદ ૧૧, શનિવાર તા. ૧૮ માર્ચ ૨૦૨૩
- ચૈત્ર સુદ ૧, ૨૨ માર્ચ ૨૦૨૩ શ્રી રામ ચરિત માનસજી સમૂહ પાઠ પ્રારંભ
- ચૈત્ર સુદ ૬, ૨૬ માર્ચ ૨૦૨૩ પ. પુ. સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ પ્રાગટ્ય દિવસે મહા ભંડારો
- ચૈત્ર સુદ ૬ વિશેષ કાર્યક્રમ : પ. પુ. સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ તથા પરમ પૂજ્ય ત્યાગીજી (સીતારામદાસજી) મહારાજ ની સ્મૃતિમાં શ્રીમદ્ ભાગવત કથા નું આયોજન કરવામાં આવેલ
- ચૈત્ર સુદ ૯, ૩૦ માર્ચ ૨૦૨૩ રામ નવમી લધુરામ યજ્ઞ
માનવ ધર્મ કે પ્રણેતા પ્રાત: સ્મરણીય અનંત શ્રી વિભૂષિત પરમ હંસ પરમ પૂજ્ય સદગુરુદેવ સ્વામી રણછોડદાસજી મહારાજ એવા કરુણા મૂર્તિ આપણા પરમ પૂજ્ય ગુરુદેવની પ્રેરણા થી ભારત માં પ્રથમ નેત્ર યજ્ઞ થી નેત્ર દાન કરવાની પ્રેરણા કરેલ જે સેવા યજ્ઞ આજે પણ જુદા જુદા ટ્રસ્ટો દ્વારા ચાલી રહ્યો છે એક જ ગુરુના શિષ્ય પરિવાર દ્વારા સૌથી વધારે આંખના ઓપરેશન કરવાનો રેકોર્ડ ધરાવે છે
પૂજ્ય ગુરુદેવના ટ્રસ્ટો દ્વારા એમની પ્રેરણા આશીર્વાદ અને કૃપા થી માનવ સેવા કાજે હોસ્પિટલો, બાળકોના શિક્ષણ હેતુ માટે સ્કૂલો સંસ્કૃત પાઠશાળાઓ, ગૌ-સેવા માટે ગૌ-શાળા, સંત સેવા માટે આશ્રમો ટ્રસ્ટ ના માધ્યમ થી ચાલી રહ્યા છે અને જે આજે પણ આપણી વચ્ચે સહ-શરીર ન હોય પણ આપણને આપણી સાથે છે તેવી અનુભૂતિ કરાવે છે તેવા આપણા બધાના હદયમાં બિરાજતા સદગુરુદેવના નિર્વાણ દિન નિમિતે વર્ષો સુધી તેમના કૃપાપાત્ર શિષ્ય દ્વારા થતા ષોષ્ટોચાર પાદુકા પૂજન, રામ અર્ચના, સુંદરકાંડ ના પાઠ જેવા ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે.
ગુરુ આજ્ઞા મુજબ આજ્ઞાંકિત શિષ્ય દ્વારા આજ દિવસ સુધી રોટી પે રોટી રખો, ઇટ પે ઈટ મતરખો, અન્ન દાન મહા દાન, ભૂખે કો અન્ન, વસ્ત્ર હીન કો વસ્ત્ર જેમનો જીવન સંદેશ છે, જે ચરિતાર્થ કરવા પૂજ્ય મહારાજશ્રી આજ દિન સુધી જે કાર્ય કરતા હતા તે મુજબ આ વર્ષે પણ પ.પુ. શ્રી જયરામદાસજી મહારાજની અધ્યક્ષતામાં કાર્યક્રમ થશે.
ચૈત્ર સુદ ૧૩ કથા વિરામ પુર્ણાહુતી, પ. પુ. રણછોડદાસજી મહારાજ નિર્વાણ દિવસ મોટો ભંડારો
માનવ ધર્મ કે પ્રણેતા પ. પુ શ્રી રણછોડદાસજી મહારાજે ચિંધેલા માર્ગ પર શ્રી માનવ સેવા એજ પ્રભુ સેવાને માનનાર એવા પ.પુ. હરિચરણદાસજી મહારાજ પાસે પાંડુકેસ્વર માં એક સેવકે એ આવી ને કહ્યું કે હું અહિયાં ભક્તોને રહેવા માટે રૂમો બનાવી આપું પરંતુ પૂજ્ય મહારાજશ્રી એ કહ્યું યે ઘૂમને કી જગહ નહિ હૈ, યે તો દેવ ભૂમિ હૈ, યહ તો ભજન ઓર સેવા કી જગહ હૈ, યદી કરના હૈ તો બદ્રીનાથ જાતે યાત્રિકો કી સેવા કરો રોટી સબસે મોટી બાકી સબ બાત ખોટી યાત્રીકો માટે સવારે આલું પૌવા વિતરણ તેમજ બપોરે સંતો અને ભક્તોનો ભોજન પ્રસાદનો ભંડારો કરવામાં આજ દિવસ સુધી જે સેવા ની કેડી બનાવેલ છે તે પ.પુ જયરામદાસજી મહારાજ ની અધ્ય્ક્ષતામા કર્ણપ્રયાગ અને પાંડુકેસ્વર આશ્રમ પર આ વર્ષે પણ ઉતરાખંડ યાત્રા પ્રારંભ તિથી થી બે મહિના સુધી (૬૦ દિવસ) કરવામાં આવેલ યાત્રિકો તેમજ સંતો ની સેવા તેમજ આ વર્ષે વિશિષ્ઠ સેવા યજ્ઞ એક સર્વ રોગ મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.
गुरुनिष्ठा भव मोचनी, जो सम्यक हो निર્વાह,
अनायास विचरे बना, जग से हो बेपरवाह ।।
સંત તો પરમ હિત કારી એવા પગ પાળા ચાલીને યાત્રા કરતા સંતો માટે પરમ પૂજ્ય સદગુરુદેવ સ્વામી શ્રી રણછોડદાસજી મહારાજે બદ્રીનાથ યાત્રા દરમિયાન શ્રી ગીરધરરામ બાપા (એક સંત શિષ્ય પૂજ્ય મહારાજશ્રી અને વીરપુર જલારામ પરિવાર) ને જવાબદારી આપી કે આપકો યહા સંતો ઓર યાત્રિકો કી સેવા કરના હૈ
પૂજ્ય ગુરુદેવે પૂજ્ય મહારાજશ્રી ને આજ્ઞા કરી કે “આપ કો યે સેવા કરને કા હૈ” જે પૂજ્ય મહારાજશ્રી એ ગુરુ આજ્ઞા નું ચુસ્ત પણે પાલન કરી નાદુરસ્ત તબિયત હોવા છતાં પોતાના અંતિમ સમય સુધી ત્યાં પ્રતિ વર્ષ જતા હતા. આજ રીતે પ્રતિવર્ષ શ્રી ગીરધરરામ બાપા બાપા બાપા (એક સંત શિષ્ય પૂજ્ય મહારાજશ્રી અને વીરપુર જલારામ પરિવાર) તરફ થી સેવા કાર્ય અવિરત પણે ચાલુ છે આ એક જીવંત દ્રષ્ટાંત કે ગુરુ આજ્ઞા ને અક્ષ્રર-સહ આજે પણ અમલ કરવામાં આવે છે હવે વીરપુર પરિવારની સહાયથી તેમજ પરમ પૂજ્ય શ્રી જયરામદાસજી મહારાજ ની અધ્યક્ષતા માં આ સેવા કાર્ય ચાલુ રહેશે કહેવાય છે કે સંતો નું જીવન એ જ સંતો નો સંદેશ હોય છે.
ગોંડલ જેમની કર્મ ભૂમિ રહેલી છે અને જેમને એક બીજ માંથી એક વટ વ્રુક્ષ બનાવી સાધના, સમર્પણ, સેવા કરી એક સ્થાન બનાવી આપ્યું છે એવા શ્રી રામજી મંદિર ખાતે પૂજ્ય મહારજશ્રી નું પ્રથમ સ્મૃતિ મંદિર જ્ઞાન મંદિર ભક્તો દ્વ્રારા આકાર લઇ રહ્યું છે
આરાધ્ય દેવ તથા ગુરુદેવ જેમની મૂર્તિ સામે બેસી સાચા હદય થી પ્રાર્થના કરી યાદ કરી છીએ ત્યારે મૂર્તિ પણ આપણને જવાબ આપે છે આપણે અનુભૂતિ કરીયે છીએ આની પહેલા આવી અનુભૂતિ ધણા બધા ભક્તોને મૂર્તિ સામે બેઠા પછી થયેલ છે
આપણા ગુરુદેવની આપણી વચ્ચે પ્રત્યક્ષ ઉપસ્થિતિ નથી પણ ગુરુ શિષ્ય ના આધ્યાત્મિક સબંધો ગુરુ નિષ્ઠા, શ્રદ્ધા સાથે તેમની પ્રેરણા માર્ગદર્શિકા અને આશીર્વાદ મેળવવા માટે સનાતન ધર્મ માં બતાવેલ માર્ગ અનુસાર મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો હેતુ છે આ હેતુ ગુરુ શિષ્ય ના પવિત્ર સબંધોના પવિત્ર પાવન દિવસે સંતો મહંતો ભક્તો ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા આ વર્ષે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ગોંડલ ખાતે મનાવવામાં આવશે જેમાં પરમ પૂજ્ય શ્રી હરિચરણદાસજી મહારાજના સ્મૃતિ મંદિર તથા અસ્થિ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પાંચ દિવસીય વિશેષ કાર્યક્રમ રાખવામાં આવશે. અસ્થિ મંદિર (સ્મૃતિ મંદિર) ગોંડલ રામજી મંદિર ખાતે પૂજ્ય મહારાજશ્રી ની ઈચ્છા અનુસાર ગેસ્ટહાઉસ પાસે ના બગીચામાં તેમની ની ઉપસ્થિતિમાં તેઓ એ કહેલું કે મેરે લિયે યહા એક કુટિયા બનોઓ જે જગ્યા પર ભક્તો દ્વારા નિર્માણ કાર્ય કરવામાં આવશે
ભજન, ભોજન, ભક્તિ નો ત્રિવેણી સંગમ…
પ.પુ. હરિચરણદાસજી મહારાજની તપોભૂમિ હરિધામ આશ્રમ ખાતે આ વર્ષે પરમ પાવન પુરષોત્તમ માસ (અધિક માસ) આવતો હોય પ.પુ. શ્રી જયરામદાસજી મહારાજ ની અધ્ય્ક્ષતામાં નર્મદા કિનારે વિશેષ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન એકાગ્રતા અંતરંગ દ્રષ્ટી સે આતી હૈ અશુધ્ધ વિચારોકો શુદ્ધ વિચારોમે પલટા દો ચિતમેં વિક્ષેપ ન હો ઇસીકા ખ્યાલ રખના ઘરમે હી ભજન, સત્સંગ, સકીર્તન આદી કરના જીવનમેં સાવધાની હોની ચાહિયે ગુરુકૃપા યા પ્રભુ કૃપા હો જાયે તો સબ બન જાયે ભગવતકૃપા પાત્ર કૃપાકા નામ હી પુરુષાર્થ હૈ જો પ્રભુ કરાતે હૈ ઉસમેં સંતોષ માનો ભજન કરને સે હી જન્મ સાર્થક હોતા હૈ ભગવાન કે દ્વ્રાર સબકે લિયે ખુલે હૈ જાતિકા ભેદ વહા નહિ સબ અપના સ્વાર્થ છોડ દે તો વિશ્વશાંતિ હો જાયે અપની જરૂરિયાત હો શકે ઉતની કમ કરના હરિસ્મરણ હી જીવન મેં સર્વાંગ સુંદર શાંતિદાયક હૈ મૌન રહો ઔર આનંદ કરો
પરમ પૂજ્ય સદગુરુદેવ રણછોડદાસજી મહારાજ નું એક મંદિર બનાવવાનું વાંકાનેરના ધર્મ પ્રેમી ગુરુ ભાઈ બહેનો ને ઈચ્છા થઇ અને તેઓ એ આપણા ગુરુ પરિવારના મુબઈ સ્થિત ગુરુભાઈ બહેનો ને વાત કરી અને તેમના સહયોગ થી આ મંદિર નું નિર્માણ કરવું તેવું નક્કી થયું સાથે સાથે વાંકાનેર નું ટ્રસ્ટી મંડળ પ. પુ. હરિચરણદાસ મહારાજ પાસે આવી ઈચ્છા વ્યક્ત કરી કે અમે બધા સાથે મળી પ. પુ. સદગુરુદેવ નું મંદિર બનાવવા નું નક્કી કરીએ છીએ પૂજ્ય મહારાજશ્રી કહ્યું કે આ કાર્ય માં આપને જે કઈ સહયોગ જોઈએ તે મને કહેજો અત્યારે આપને એક રકમ આપું છું ત્યાર બાદ આ મંદિર નું નિર્માણ કાર્ય જેનું ભૂમિ પૂજન તા. ર૪-૪-ર૦૦૬ પરમ પૂજ્ય મહારાજશ્રી ની અધ્ય્ક્ષતા માં કરવામાં આવે, ત્યાર બાદ મંદિર નિર્માણ કાર્ય પૂરું થતા મૂર્તિ પ્રતિષ્ઠા તા. ર-૭-ર૦૦૯ ના રોજ પૂજ્ય શ્રી હરિચરણદાસજી મહારાજની અધ્ય્ક્ષતા કરવામા પ્રતિ વર્ષ પુ. શ્રી રણછોડદાસજી મહારાજનો પ્રાગટ્ય દિવસ, રામનવમી પૂજ્ય શ્રી હરિચરણદાસજી મહારાજનો પ્રાગટ્ય દિવસ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમ ઉજવવા માં આવે છે
આ આશ્રમ નો ખર્ચ પ. પુ. મહારાજશ્રી ની ઈચ્છા અનુસાર આકાશી વૃતિ થી સર્વે ભાઈ બહેનો ના સહકાર થી ચલાવવામાં આવે છે
(બાલા હનુમાન, જયરામદાસજી મહારાજ અને મહારજશ્રી , રામનાથપરા નો ફોટો લેવો)
પ.પુ. સદગુરુદેવ સ્વામી શ્રી રણછોડદાસજી મહારાજ ની આજ્ઞા અનુસાર પ .પુ સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજે શ્રી રામ ચરિત માનસજી ના જે પાઠ બેડલાવાળા પરિવાર ના સહયોગ થી કરતા હતા તે હવે થી શ્રી બાલા હનુમાનજી મંદિર રામનાથપરા ખાતે, શ્રી જયરામદાસજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવશે જેમાં સર્વ ગુરુ ભાઈ બહેનો ના સહયોગ થી ભંડારા કરવામાં આવશે
પ્રથમ વર્ષે બાલા હનુમાનજી મંદિરમાં જે પાઠ નું આયોજન થયેલ તેમાં પૂજ્ય ગુરુદેવના આદર્શ અનુસાર જે રૂપિયા જ્યાં માટે આવે ત્યાં માટે જ વાપરવા આ આજ્ઞા મુજબ વધેલા રૂપિયા માંથી દર શનિવારે સાંજે ૬:૩૦ વાગે અંદાજે ૨૦૦ બાળકો નું બટુક ભોજન શરુ કરવામાં આવેલ છે
શરદ પૂર્ણિમા આશો સુદ ૩૦, શનિવાર તા. ૨૮-૧0-૨૦૨૩ ના શરદ પૂર્ણિમા રાસ ઉત્સવ, મહા આરતી
પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે શ્રી રામજી મંદિર ખાતે પ.પુ. શ્રી જયરામદાસજી મહારાજની અધ્યક્ષતામાં પ.પુ. સદગુરુદેવ રણછોડદાસજી મહારાજ ધ્યાન મંદિર નો પાટ ઉત્સવ આશો વદ ૭, શનિવાર તા. ૪-૧૧-૨૦૨૩ ના રોજ ષોસ્તોચાર પાદુકા પૂજન, શ્રી રામ અર્ચના પૂજન સુંદર કાંડ ના પાઠ, ભંડારો લક્ષ્મી પૂજન એટલે શું? પરમ પૂજ્ય હરિચરણદાસજી મહારાજે કહેલું કે વિષ્ણુ ભગવાનની પૂજા લક્ષ્મીજી ની પૂજા અને ચોપડા પૂજન ભગવાનની પૂજા એટલે (માનવ સેવા એ જ પ્રભુ સેવા)ને સમજાવનાર ગુરુદેવે કહેલું કે પહેલા આપણા કુટુંબ ની જરૂરિયાત મંદ વ્યક્તિને પાડોશીને મિત્રને અને ત્યાર બાદ સમાજ ની જરૂરિયાત મંદ વ્યક્તિની મદદ કરવી તે સાચા અર્થમાં સત્યનારાયણ ભગવાનની પૂજા છે વિષ્ણુ ભગવાન ના પત્ની માં લક્ષ્મિજી માટે એક દ્રષ્ટાત પૂજ્ય મહારાજ શ્રી એ આપેલું આપની પત્ની ને અને બાળકો ને આપ સગા સંબધી કે મિત્રને ત્યાં મોકલો… અને દુર વ્યવહાર થાય તો ફરી આપ મોકલશો ? એ રીત્તે ભગવાન પણ તેમના પત્ની લક્ષ્મિજી ને આપડે ત્યાં મોકલે ત્યારે તેનો સમજ માટે સદઉપયોગ કરીએ તો આપણે ત્યાં લક્ષ્મિજી ને ભગવાન રહેવા દે? આ બોધ આપણ ને સાચા લક્ષ્મિજી પૂજન નું મહાત્મ્ય સમજાવે છે
આશો વદ ૧૨/૧૩, શુક્રવાર તા. ૧૦-૧૧-૨૦૨૩ ના રોજ ધન તેરશ સત્યનારાયણ ભગવાન ની કથા, લક્ષ્મી પૂજન, ચોપડાપૂજન
- સ્નેહ કરુણા વાત્સલ્ય મૂર્તિ એટલે….
- સેવા અને સાધનાના ગુણ ભંડાર એટલે….
- જીવમાત્ર માં સમાનતા, પ્રીત, કરુણા દ્રષ્ટા
- વિચાર વાણી વર્તનનો સમન્વય એટલે….
- આચાર વિચાર વર્તન ના

અન્ન સેવા

વિદ્યા સેવા

આરોગ્ય સેવા
